loader
wedding-head-image

Read Online Vishvambhari Stuti

img
Vishvambhari Stuti

વિશ્વંભરી સ્તુતિ (Vishvambhari Stuti)

વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુદ્ધિ ને દૂર કરી સદબુદ્ધિ આપો,
મામ્પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,
સૂઝે નહી લગીર કોઇ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનન ઉતાપો,
મામ્પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.

આ રંક ને ઉગડવા નથી કોઈ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહીં બાહ્ય તારો
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો
મામ્પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું
કોને કહું કઠણ યોગ તણો બળાપો
મામ્પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો
આડંબર અતિ ગણી મદદથી બકેલો
દોષો થકી દુષિત કરી માફ પાપો
મામ્પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો..

ના શાસ્ત્રના શ્રવણ નું પયપાન પીધું
ના મંત્ર કે સ્તુતિ- કથા નથી કાંઇ કીધું
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપ
મામ્પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.

રે રે ભવાની બહુ ભૂલ થઇ છે મારી
આ જિંદગી થઇ મને અતિશે અકારી
દોષો પ્રજાળી સઘળી તવ છાપ છાપો
મામ્પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

ખાલી ના કાંઇ સ્થળ છે વિણ આપ ધારો
બ્રહ્માંડ માં અણુ અણુ મહી વાસ તારો
સક્તિ ન માપ ગણવા અગણિત માપો
મામ્પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો,

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો
ખોટો ખરો ભગવતી પણ હું છું તમારો
જાડયાંધકાર દૂર કરી સદ્ગદ્ધિ આપો
મામ્પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો...

શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે
વાધ વિશેષ વળી બહુચર ના પ્રતાપો
મામ્પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.

શ્રી સદગુરુના ચરણોમાં રહીને ભજું છું
રાત્રી દિને ભગવતી તુજને ભજું છુ.
સદભકત સેવક તણા પરિતાપ ચાપો
મામ્પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.

અંતર વિશે અધિક ઊર્મિ થતા ભવાની
ગાઉ રે સ્તુતિ તવ બળે નમીને મૃદાની
સંસારના સકળ રોગ સમૂળ કાપો
મામ્પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.

તમારા સિવાય જગમાં નથી કોઇ મારું
સાચા સગા ભગવતી તુજને સંભર્યા
માં તું સમાં ત્રિપુઆરી આ પ્રસંગે


મામ્પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો .

Click here Vishvambhari Stuti, Hanuman Chalisha, 15 Mo Adhyay, Holl Chalisha, Shradhanjali Bhajan read online.