Read Online Holl Chalisha
હોલ ચાલીસા (Holl Chalisha)
II ચોપાઈ II
૧. બલદાણે બીરાજતી, હેતાળી હોલબાઇ પરગટ પરચા આપતી, કમ્મળીયાકુંડ માંય.
૨. દોઉ કરંડી ચરણમાં, નામું શીશ સદાય હોલસ્વરૂપ હૈયે વસો જોમાં ગાઉ મહિમાં
૩. સદબુધ્ધી સમરણ દીયો સતચિંતન - સતુવાણ સત્યરુપા રુદીયે વસો જો સત્યસ્વરુપનુ જ્ઞાન
ચોપાઈ
ૐ ઐ હી હો લ માંય નમઃ બીજમંત્ર માં વાસ તમ, તું સરસ્વતી રૂપ શકત સાકાર-નિરાકાર માને જગત
તું લખમી લખ રુપા આઈ, જ્ઞાનરૂપા, ગુરુજનો માં ગવાઈ સકલ સૃષ્ટીની પ્રાણ વિધાતા, ઉત્પત્તિ, સ્થિતિ - સંહારક જ્ઞાતા
જળ-થળ નભ, કણકણ માં સમાઈ,
આદિ, મધ્ય, અંત રહિત મનાઇ શાસ્ત્ર -શ્રુતિ ગંગા તું ગીતા, નવદુર્ગા તું દશ મહાવિધા
તું અવતારી અજન્મા માતા, ચારણદેવી, જગ વિખ્યાતા નવલાખું સંગે વસનારી, ખેતલવીર સદા અગવાની
બ્રહ્મા, વિષ્ણું, શિવ, શેષ સમરતા ,ઇન્દ્ર, ગણેશ વરુણ સ્તુતિ કરતા, ઋષિમુનિ, સિધ્ધો નિત્ય ભજતા, કવિ - ચારણગણ કવિતા કરતા.
નવગ્રહ ફરતા તારી આણે, સૂર્ય ચંદ્ર મર્યાદા માને વા -વાદળ તુજ હુકમે ચાલે, વીણા ઇચ્છા તૃણ - પાન ન હાલે
ક્ષણ એકે બ્રહ્માંડ રચાવે, પલમાં કૈક પ્રલય સરજાવે ક્રોધ કરી જો ત્રિશુળ ખખડાવે ત્રણભુવન - દશદિશા હલાવે
ભેકુંડ રૂપમાં તુજને ભાળી, દૈત્યો જાયે રણમાં હારી, કાળતણીતું કાળ મહાકાળી ક્રોધે હોલ્ય હઠીલી ભારી.
અંતરના આશિષ જો આપે જન્મો જન્મના કષ્ટો કાપે ધીર ગંભીર દયા દિલ ધારી હૈયાની માં હોલ્ય હેતાળી
હોલ્ય સ્વરૂપ મંગલ સુખાકારી દુઃખ દારિદ્રય વિધન ભય હારી કરકંકણ શીર ધાબડીયાળી, આશ્રિતજનને સદા વરદાની
જો પાલવ ની છાયા ધરતી, તાણ ત્રિવિધના પલ માં ફરતિ રણ વગડે રખવાડી તારી, દશા - શત્રુ સંતાણ દે ટાળી
એકલનો બેલી તુ બાઈ, યાદ કર્ય ઝટ આવે આઇ ભૂલા પડી મારગે અટવાયે, સંભાળ લેવા તું સામે જાય
અભિમાનમાં આડા જાવે,શિક્ષા દઈ ઠેકાણે લાવે આડય કર્યે ઉતપાટ મચાવે, સેવકજન મનવાંછિત પાવે
નિર્ધન ને ધનવાન બનાવે, મદછક રાઈ ને રંક બનાવે શ્રદ્ધાથી જે શીશ નમાવે, યસ કિર્તી , વિધ્યા સુત પાવે
અણી વખતે કોઈ નામ પોકારે, હાજર થઇ જાતી હોંકારે બાળક થઇ તુજને બોલાવે ખમકારા કરતી તું આવે
અવગુણ સામું ના જોતી, હોઈ ગુન્હા તોય માફી દેતી તારા જો તુજને ભૂલી જાયે, યાદ કરી એને તું બોલાવે
શુધ્ધ હ્રદયથી શરણ આવે, એને તું ખોળે ખેલાવે જો કોઈ હોલ્ય શરણમાં જાવે, નિરભયતાથી ભકિતરસ પાવે
તુજ ધ્યાના દાન જે પાવે કામ ક્રોધ ચિંતા ના સતાવે હોલ્ય નામ તરૂકલ્ય સમાન, સેવે સો જન પાવે પ્રમાણ
વેદ -પુરાણ જે પારના પાયે, વાણીથી શું વર્ણન થાયે અકળકળા - અદભુત છો આઇ કીમુખ સ્વરૂપ શરું બિરદાઇ
અલ્પબુદ્ધિ હિરલસૂ ગાવે, તુજ ચરણોમાં શીશ ઝુકાવે
II ચોપાઈ II
૧. હોલ્ય ચાલીસા પ્રેમથી , ગાયે જો કોઇ જન જનમોના પાપ ટળે, થઇ જાય પાવન
૨, હોલ્ય ચાલીસા પ્રેમથી, જો કોઇ જન ગાવ, માં સાદા રાજી રહે માની કૃપા ઝટ આવે
૩. પાઠ કરી શુધ્ધ રદયથી પછી પગલું જો ભરાય વિધન ટળે મંગલ બને, રક્ષણ સઘળે થાય.