અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી..

ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો...
દયા કરી દર્શન શિવ આપો...દયા કરી દર્શન શિવ આપો...
નેતિ નેતિ જ્યાં વેદ વદે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે..

સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો...
દયા કરી દર્શન શિવ આપો...દયા કરી દર્શન શિવ આપો...
હું તો એકલપંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી..

થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો...