loader
wedding-head-image

Read Online Shradhanjali Bhajan

img
Shradhanjali Bhajan

શ્રધ્ધાંજલી ભજન (Shradhanjali Bhajan)



હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ,

શરણ મળે સાચું તમારું, એ હદયથી માંગીએ

જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે

ત્યાં પુર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભકિત કરે

લક્ષ ચોર્યાસી બંધનોને લક્ષમાં લઇ કાપજો

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

સુખ સંપતિ સુવિચારને સત્કર્મનો લઇ વારસો

જન્મો જન્મે સતસંગથી કિરતાર પાર ઉતારજો

આ લોકમાં પર લોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી

દયો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી

સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હદયે સ્થાપજો

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

Click here Vishvambhari Stuti, Hanuman Chalisha, 15 Mo Adhyay, Holl Chalisha, Shradhanjali Bhajan read online.